About Course
આજના ઉચ્ચ પ્રતિસ્પર્ધાત્મક સમયમાં માત્ર ટેક્નિકલ સ્કિલ્સ હોવી પૂરતી નથી 🎯. "કોલેજના વિદ્યાર્થીઓ માટેનો પ્રોફેશનલ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ" નોકરી/ધંધામાં સફળતા માટે ખુબ જરૂરી એવી 75 થી વધુ સ્કિલ્સમાં પારંગત બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે 🚀. આ કોર્સમાં તમે નીચે મુજબની સંકિલ્લ્સ શીખશો જે તમારી પ્રોફેશનલ પર્સનાલિટી બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે કોઈપણ નોકરી/ધંધામાં સફળ થવા માટે ૧૦૦% જરૂરી છે.🌟 💡જ્ઞાન શક્તિઓ (Knowledge Skills): હકીકતમાં નોકરી કે ધંધામાં સફળ થવા માટે કેવા પ્રકારનું પ્રેક્ટિકલ જ્ઞાન હોવું જોઈએ તે અહીં શીખવા મળશે🔍. 💡વ્યક્તિગત કુશળતા (Personal Skills): આ વિષય અંતર્ગત તમે કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે જરૂરી એવી ૧૭ વ્યક્તિગત સ્કિલ્લ્સ શીખશો જે કોઈપણ વ્યક્તિની ઉત્પાદનશીલતાને વધુમાં વધુ ઊંચાઈઓ સુધી લઈ જવા માટે અત્યંત જરૂરી છે. આ સ્કિલ્લ્સ વગર કારકિર્દીમાં ઝડપી વિકાસ સંભવ નથી. 💡લોકો સાથે મળીને કામ કરવાની કુશળતા (People Skills): નોકરી/ધંધામાં સારી રીતે પરિણામ લાવવા માટે જરૂરી છે કે તમે તમારી સાથે કામ કરતા લોકો સાથે કેવી રીતે કામ કરી શકો છો. લીડર બનવા માંટે તો આ સૌથી મહત્વની સ્કિલ છે. આ વિભાગમાં તમે ૮ એવી સ્કિલ્લ્સ શીખશો જે તમને લોકો 🗣️સાથે મળીને કામ 🤝કરવામાં ખુબ જરૂરી છે. 💡વ્યાવસાયિક કુશળતા (Professional Skills): આ વિષય અંતર્ગત તમે કોઈપણ ક્ષેત્રમાં, કામની શૈલી અને કામના પરિણામ થકી તમારી અલગ પ્રતિભા કેવીરીતે બનાવવી જેથી કરીને જોબ કરિઅરમાં તમે અન્યો કરતા ખુબ ઝડપથી આગળ વધી શકો, ઝડપી પ્રમોશન મેળવી શકો, તે શીખવા મળશે. આ વિભાગમાં તમે વિવિધ ૨૨ સ્કિલ્લ્સ શીખશો. 💡અભિગમ 🧑💼(Attitudes): જ્ઞાન અને સ્કિલ્લ્સ બાદ નોકરી/ધંધામાં સફળ થવા માટે અભિગમ ખુબ મહત્વનો છે. આ વિભાગમાં તમે ૭ અતયંત મહત્વના અભિગમો એન્ડ ૪ મહત્વની લાક્ષણિકતાઓ શીખશો જે તમારા પ્રોફેશનલ વ્યક્તિત્વ ને સર્વ સ્વીકાર્ય બનાવવામાં ખુબ જરૂરી છે. આ કુશળતાઓને વિકસાવવાથી તમે ન માત્ર તમારી રોજગાર ક્ષમતા વધારશો, પરંતુ તમારી કારકિર્દીની પ્રગતિને પણ અનેકગણી વધારી શકશો 🚀. આ કોર્સ તમને કોલેજમાંથી વ્યવસાયિક દુનિયામાં સરળતાથી પરિવર્તિત થવામાં અને નેતૃત્વની ભૂમિકાઓ માટે તૈયાર થવામાં ખુબ મદદરૂપ થશે💼. આ કોર્સમાં શીખવવાની ભાષા ગુજરાતીમાં છે. અન્ય તમામ મટેરીઅલ અંગ્રેજીમાં છે. 🌟 અત્યારેજ જોડાઓ🌟
You can also join this program via the mobile app. Go to the app